વલસાડ: જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી સેલવાસનાં નિર્દેશ અતંર્ગત ખાનવેલ ગૃપ ગ્રામ પંચાયતની પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળાની તમામ પેટા શાળાઓ વચ્ચે તારીખ:- 8/01/2025 અને તારીખ:- 09/01/2024નાં રોજ વાર્ષિક શાલેય કેન્દ્ર કક્ષા રમતોત્સવ-2025 ‘ નું આયોજન થયેલ છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ રમતોત્સવનાં આયોજનમાં (Under-12). (Under-14) પ્રમાણે ખો-ખો, ઉંચી કૂદ, યોગાસન, કબડ્ડી, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 4×100 રીલે દોડ,લાંબી કૂદ,ઉચી કૂદ, યોગાસન, ગોળા ફેંક,ભાલા ફેંક,ચક્ર ફેંક, જેવી વ્યક્તિગત રમતો અને 4×100 રીલે દોડ,ચેસ, કેરમ,બેડમિન્ટન, કબડ્ડી, ખો-ખો, કેરમ, શતેડયુ, ચેસ, દોરડાખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી.
આ રમતોત્સવનાં આયોજનમાં અતિથિવિશેષ પંચાયત સભ્ય સરપંચ શ્રી સોનજીભાઈ કુરકુટિયાજીનીઉપસ્થિત એ બાળકો અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે સી.આર. સી.કૉ.શ્રી સંજયભાઈ ચૌધરીજી,સ્પોર્ટસ્ કોર્ડિનેટર શ્રી ઝેડ.ડી. કાકવાસર તથા વિશેષ આચાર્યશ્રી શૈલેષસિંહ દેસાઈ અને કાર્યકારી આચાર્ય શ્રી પાંડુભાઈ મિશાળજીનાં કુશળ નેતૃત્વનાં માર્ગદર્શન હેઠળ સુંદર આયોજનથી તમામ મુખ્ય શિક્ષકો,ઉપ શિક્ષકોનાં સાથ સહયોગથી રમતોત્સવ યોજાઈ રહ્યો છે