સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર, સુરત, માય ભારત – સુરત અને એક્શન યુવા ગૃપના માધ્યમથી તાલુકા કક્ષાએ રમતોત્સવ યોજાયો હતો જેમાં કબડ્ડી, ખો-ખો, 100 મીટર, 400 મીટર અને લોગ જપની સ્પર્ધા યોજાય.

સ્પર્ધા કબડ્ડીમાં ચારણી – B વિજેતા અને રનઅપ ચારણી – A રહ્યું, ખો-ખો ની સ્પર્ધામાં બિલવાણ વિજેતા થયા લોગજપમા બહેનો સ્પર્ધામાંથી આત્મીકાબેન અનિલભાઈ વસાવા પ્રથમ ક્રમ બીજા ક્રમે આરૂપીબેન અજયભાઇ વસાવા બીજા ક્રમે રહ્યા.400 મીટર ભાઇઓ દિવ્યાંગભાઇ અજયભાઇ વસાવા 56.34 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે કમલભાઇ મહેશભાઇ વસાવા 56.88 સેકન્ડ સાથે બીજા ક્રમે રહ્યા.

100 મીટરની સ્પર્ધામાં ભાઇઓ આયુષભાઇ રાજેશભાઇ વસાવા પ્રથમ ક્રમ અને બીજા ક્રમે ત્રિશાલભાઇ બાબુભાઇ વસાવા રહ્યા બહેનોમાં પ્રથમ ક્રમે શ્વેતાબેન મનસુખભાઇ વસાવા બીજા ક્રમે દિવ્યાબેન હિતેશભાઇ રહ્યા.કાર્યક્રમ ઉપસ્થિત ઉમરપાડા પોલીસ સ્ટેશનના જમાદાર સુનિલભાઇ , અમિષભાઇ વસાવા ઉમરપાડા તાલુકા પ્રમુખ, સરપંચ શિવાભાઈ વસાવા, સ્પોર્ટ્સ કોચ સામસિગ વસાવા, ગામના આગેવાન મંગેશભાઇ વસાવા,તાલુકા હેલ્થ ડિપાર્ટમેન્ટના જયાબેન,મુકેશભાઇ ,કમેલશભાઇ સંપર્ક ટીમ કાર્યક્રમનું આયોજન વિજય વસાવા, પરેશ વસાવા, મિતેશ વસાવા અને હાર્દિક પાડવી સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું.