રાષ્ટ્રીય: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે ‘કેશલેસ ટ્રિટમૅન્ટ’ યોજના લાવવાની તૈયારી રહી છે.
આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થરો અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે.
કેવી રીતે કરશે યોજના કામ..
Decision News ને મળવેલ માહિતી પ્રમાણે આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA), પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ (ઈડીએઆર) એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જોડવામાં આવશે.
આ આઈટી પ્લેટફોર્મ દ્વારા સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ગડકરીએ જણાવ્યું કે રોડ દુર્ઘટનાઓની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યકત કરતા કહ્યું કે ડ્રાઈવરોનો થાક પણ એક મોટું કારણ છે. સરકાર કોમર્શિયલ ચાલકો માટે કામના કલાકો નક્કી કરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.

