ઉમરપાડા: દર વર્ષની જેમ 32 માં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન આદિવાસી સમાજ ગૌરવપૂર્ણ ઉજવતું આવી રહ્યું છે જ્યારે આ વર્ષે આદિવાસી સંસ્કૃતિમાં સંમેલન મહારાષ્ટ્રના પાનખેડા ખાતે તારીખ 13 14 15 ના રોજ યોજવા જઈ રહ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ત્યારે આદિવાસી સમાજના લોકો દ્વારા નોકરીયાત રોજગારી કે પછી નાના-મોટા રોજગાર ધરાવતા લોકો પોતાનો સમાજ માટે ફાળો આપતા હોય છે ત્યારે ઉમરપાડા ના વાડી ગામના લોકો દ્વારા પચાસ હજારનો ફાળો સાંસ્કૃતિક મહાસંમેલન માટે ફાળવવામાં આવ્યો ઘણીવાર છે.

આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિને બચાવવા અગ્રેસર રહ્યો છે અને વાડી ગામના લોકોએ જેમાં પોતાનો મુખ્ય ફાળો ભજવ્યો છે આ વતી આદિવાસી મહાસંમેલનના આયોજકો દ્વારા વાડી ગામના લોકોનો હદય પૂર્વક આભાર માન્યો અને સમગ્ર આદિવાસી સમાજ વાડી ગામના લોકોનો આભાર માને છે જય જોહાર..