વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલ બરોડા ગ્રામિણ બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવેલ દંપતીનું બાઈક એક ટ્રકને અડફેટે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ જવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના બારતાડ ગામના બેડપાડા ફળિયામાં રહેતા દિનકરભાઈ ગાવિત અને પત્ની શ્વેતાબેન દિનકરભાઇ ગાવિત સવારે ઘરેથી G-J-21-S-4396 નબરનું બાઇક લઇ પર ખાનપુર ગામે બેંકમાં રૂપિયા લેવા નીકળ્યા હતા ત્યાં રૂપિયા નહીં ઉપડતા તેઓ ઘરે ગયા હતા. જ્યાંથી પત્નીનું ખાતું બરોડા ગ્રામિણ બેંક ધરમપુરમાં હોય ઘરેથી એટીએમ કાર્ડ લઈને ધરમપુર જતા હતા. દરમિયાન ખાનપુર ચોકડી બસ સ્ટેન્ડ પાસે પહોંચતા G-J-36- T-9958 નંબરના ટ્રક ચાલકે ગફલતભરી હંકારી લાવી બાઈકને અડફેટે લીધી હતી. જેને પગલે બાઇક પર સવાર દંપતીને ઇજા પહોંચી હતી. બાઈક ચાલક દિનકરભાઈને 108મા અંકલાછ PHC માં સારવાર માટે દાખલ કરવા લઇ જવામાં આવ્યો હતો પણ અંકલાછના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રી હંકારી લાવી બાઈકને અડફેટે લીધી હતી. જેને પગલે બાઇક પર સવાર દંપતીને ઇજા પહોંચી હતી.
હાલમાં જાણવા મળ્યું છે તે મુજબ મૃતક દિનકરભાઈના પત્ની શ્વેતાબેને ટ્રક ચાલક વનાના અમરજ્યોત આશ્રમની બાજુમાં તાલુકા રાણાવાવ અને જિલ્લા પોરબંદર માં રેહતા વરજાંગ જીવાભાઈ મૂછાર વિરૂદ્ધ ફરિયાદ પોલીસ નોંધાવી છે.

