ભરૂચ: અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મુંબઇ જતાં એક પરિવારની કારે કાબૂ ધૂમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.ભરૂચના અંકલેશ્વર પાસે પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી.
અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડયો હતો.જેમાં પરિવારના 7 પૈકી 3 ના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

