DECISION NEWS ને મળેલી માહિતી મુજબ 50 કિમી ઉપર રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક અવકાશયાત્રીએ અવકાશથી આવતાં એક અદ્દભુત પ્રકાશપૂંજનો વીડિયો શૂટ કરીને ટ્વિટર પર શેર કર્યો હતો. જેમ માણસના શરીરમાંથી પ્રકાશ સ્વરુપે આત્મા બહાર નીકળી જાય તેવો ઘાટ જોવા મળ્યો હતો. નાસાના અવકાશયાત્રી ડોન પેટિટે અવકાશમાંથી કેપ્ચર કરાયેલી ઓરોરાની એક આકર્ષક ઝલક શેર કરી છે.
લીલા પ્રકાશપૂંજમાં ફરી પૃથ્વી
ડોન પેટિટે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્પેસમાંથી આવી રહેલો લીલો પ્રકાશ ગતિ કરી રહ્યો છે અને આ દરમિયાન ફરતી પૃથ્વી પણ જોઈ શકાય છે. આ વીડિયો શેર થયાં બાદ યૂઝર્સે આકર્ષક કોમેન્ટ કરીને તેને વધાવ્યો હતો. એક યૂઝરે લખ્યું કે ઉપરથી ફટાકડા જોવા સારા છે પરંતુ ઉપરથી આભામંડળ જોવું ખરેખર અદ્દભુત છે. બીજાએ લખ્યું, “વાહ તે ખૂબ જ જાદુઈ છે.”
ઓરોરા શું છે?
ઓરોરા એ આકાશમાં કુદરતી પ્રકાશનું પ્રદર્શન છે, જે આર્ક્ટિક અને એન્ટાર્કટિક નજીકના ઉચ્ચ-અક્ષાંશ વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે સૂર્યમાંથી ચાર્જ થયેલા કણો, સૌર પવન દ્વારા વહન કરે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે અને વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે અથડાય ત્યારે આ ઘટના બને છે. આ પ્રતિક્રિયા રાત્રે આકાશને પ્રકાશિત કરવા માટે લીલા, જાંબલી, લાલ અને વાદળી જેવા ગતિશીલ રંગોનું કારણ બને છે.
કોણ છે અવકાશયાત્રી ડોન પેટિટે
અમેરિકન અવકાશયાત્રી અને કેમિકલ એન્જિનિયર ડોન પેટિટે આઈએસએસમાં સવાર ટીમ 72 ક્રૂના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ અવકાશમાં લગભગ 6 મહિના રહેવાના છે.