માંડવી: ગતરોજ માંડવી નાયબ કલેક્ટરની ઓફિસે જતો રસ્તો માત્ર બે જ મહિનામાં જર્જરીત થવા લાગ્યાના દ્રશ્યો Decision News ના કેમેરામાં કેદ થયા છે. ત્યારે હવે લોકો માટે તપાસ બન્યો છે કે ભ્રષ્ટાચારના રૂપિયાથી કોના ખિસ્સા ભરાયા છે.

માંડવીમાં ઘણા સમયથી બસ ડેપોથી અને નાયબ કલેક્ટર ઓફિસ તરફ તથા પોલીસ સ્ટેશન તરફ જતો હતો આ રસ્તો ઘણા સમયથી ખાડાઓથી ભરપુર અવસ્થામાં જોવા મળતો હતો ત્યારબાદ બે મહિના પહેલા આ રસ્તા અને સમારકામ કરી અને ફરીથી નવનિર્માણ કરવામાં આવ્યો હતો અને હજુ આ રસ્તો બન્યાના બે મહિનાથી પણ વધારે સમય વીત્યો નથી ત્યાં રસ્તો ફરી જર્જરિત થવા લાગ્યાના દ્ર્શ્યોચિત્રો જોવા મળતાં ફરી જય સે થે ની સ્થિતિમાં રસ્તો આવી જશે એમાં શંકાને સ્થાન નથી.

હવે પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે શું આ રસ્તામાં ભરપુર ભ્રષ્ટાચાર થયો છે ? કેટલા ઉચ્ચ અધિકારીઓ સુધી આનું કમીશન ગયું છે ? કોણ કોણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના નવ નિર્માણ થતાં રસ્તાઓમાં હલકા કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવતું હોય છે.જેના કરાને રસ્તો વધારે સમય ટકતો નથી અને આ રસ્તા ભ્રષ્ટાચારમાં મોટા ભાગના અધિકારીઓની કમીશનની કટકી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.