ધરમપુર: છેલ્લાં બે દિવસથી RSSના મોહન ભાગવત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ધરમપુર તાલુકામાં આવેલાં શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થાના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ બરુમાળ સંસ્થાની મુલાકાત લીધી અને પછી ગત મોડી રાત્રે નવસારી શહેરમાં સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાતની સાથે બંધ બારણે વિચાર વિમર્શ કર્યા હતા. સંઘના કાર્યકર્તાઓ સાથે શાખામાં હાજરી આપી રાત્રે જ સુરત રવાના થયા હતા. નવસારીમાં તેઓ આવવાના હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમને મળવા માટે નક્કી કરેલા કાર્યકર્તાઓ વિરાંજલી માર્ગ પર આવેલા વિશ્વાસ બંગલોઝમાં ભેગા થયા હતા.
નવસારીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમને મળવા માટે નક્કી કરેલા કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. કાર્યકર્તાનું કહેવું છે કે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવવાથી દક્ષિણ ગુજરાતના RSSના કાર્યકર્તાઓમાં ઉત્સાહિત છીએ

