ઉમરપાડા: ઉકાઇ વિસ્થાપિત પરિવારો સાથે રાજકીય નેતાઓના ઇશારે સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જંગલ જમીન પરથી દાદાગીરી કરીને ખેદેડવામાં આવી રહ્યા છે જંગલ જમીનમાં કરેલ પાક તેમજ કાચા ઘરને નુકશાન કરવામાં આવી રહ્યું છે એમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે ટ્રેંચ તેમજ પ્લાન્ટટેશન કરવામાં આવી રહ્યું છે જે માનવીય અધિકારો અને બંધારણીય અધિકારોનું હનન છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરત જિલ્લાનું જંગલ ખાતું શાંતિપ્રિય આદિવાસી સમાજમાં અશાંતિ ફેલાવાનું કાર્ય સત્તાધારી નેતાઓના ઇશારે સતત કરી રહ્યું છે જેને રોકવામાં આવે અને કરેલ નુકશાનનું વળતર આપવામાં આવે એવી માંગણી સાથે ઉકાઇ આદિવાસી વિસ્થાપિતો દ્વારા માંડવી નાયબ કલેકટર અને માંડવી પ્રાયોજના વહીવટદારને લેખિત રજૂઆત કરી હતી

વન અધિકાર અધિનિયમ 2006નો કાયદો આદિવાસીઓ પર હજારો વર્ષોના અન્યાય અને અત્યાચારને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે બનાવવામાં આવ્યો છે એનો અમલીકરણ કરવાની જગ્યાએ સુરત વન વિભાગ દ્વારા બંધારણ–ન્યાય અને માનવહકોના ગળે ટૂંપો આપવાનું કાર્ય થઈ રહ્યુ છે માટે સમગ્ર મામલે ન્યાય નહિ મળે તો રસ્તાઓ પર ઉતરી મજબૂત આવાજ ઉઠાવવામાં આવશે