ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેનો શુભારંભ સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામો આવ્યો છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પરંપરાગત રીતે આદિવાસી વિધિથી આદિવાસી સમાજના આગેવાનો ધનસુખભાઇ પટેલ અને ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા પ્રથમ મેચની શરૂઆત ખેરગામ અને વાંસદા તાલુકાની ટીમો વચ્ચે થઈ હતી. ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આયોજકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને મેચનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય આયોજકોએ લોકોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહેવા તેમજ લાઈવ પ્રસારણ નિહાળવા અપીલ કરી હતી.
કાર્યક્રમનું આયોજન તેજસભાઈ, તુષારભાઈ, મનોજભાઈ અને હર્ષદભાઈ સહિતના યુવાનોની ટીમ કરી રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે હેમંતભાઈ ખરોલી, હિતેષભાઇ વાંઝણાં, પંકજભાઈ સાદડવેલ, મનીષ ઢોડિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી ટુર્નામેન્ટના શુભારંભ સમયે શોભામા અભિવૃદ્ધિ કરી હતી.

