વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના દાદરી ફળિયા વાઘબારી રોડ પર એક જંગલી ભૂંડ દ્વારા વનીતાબેન નામની મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી. તેમને તાત્કાલિક લિમઝર CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાના વાંદરવેલા ગામના દાદરી ફળિયામાં રહેતી વનીતાબેન પ્રેમાભાઈ પટેલ સાંજે 8.00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પાસે અચાનક 15,20 જંગલી ભૂંડો આવી ચઢતા અને ખેતરમાં પાકને નુકશાન કર્યાનું માલુમ પડતાં ભૂંડોને ભગાડવાની કોશિશ કરી ત્યારે ભૂંડોએ મહિલા પર ઘર આંગણે હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા વનીતાબેનને નજીકના CHC સેન્ટર લિમઝર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા આજે તેમને રજા આપી આગળની સારવાર સુરત કે વલસાડની મોટી સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં લેવાની સુચના આપવામાં આવી છે. ફોરેસ્ટના અધિકારી આ ઘટનાની જાણ થતાં આવ્યા તો હતા પણ લોકો કહે છે તે અનુસાર ‘વળતરની તો વાત છોડો’ કઈ થયું જ નહિ હોય એમ આવીને જતાં રહ્યા હતા જેને લઈને લોકોમાં આક્રોશ છે.

