વલસાડ: વાપી તાલુકામાં એક શ્રમિક પરિવારની 13 વર્ષીય દીકરીને પાડોશીએ ગર્ભવતી બનાવી છે. આરોપીએ લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે તેને આઠ માસનો ગર્ભ છે. સગીરાની તબિયત લથડતાં તેને સરકારી દવાખાને લઈ જવાઈ હતી, જ્યાં તેને ગર્ભ હોવાનું ફલિત થતાં પીડિતાની માતાએ 3 બાળકના પિતા એવા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની 13 વર્ષીય સગીરા બાજુમાં રહેતા 3 બાળકના પિતાની નજરમાં આવી ગઈ હતી. સગીરાને લલચાવી ફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તાજેતરમાં તબિયત લથડી હતી. તેને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. એ બાબતે સગીરાની માતાએ તેની પૂછપરછ કરતાં બાજુમાં રહેતા 3 બાળકના પિતાએ તેને લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

દુષ્કર્મ થયાની ઘટનાની જાણ થતા જ જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતાં વાપી પોલીસની ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું રહ્યું કે આરોપીને શું સજા કરવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here