માંડવી: 07 ડીસેમ્બર 2024 ના દિવ્ય ભાસ્કરમાં વન વિભાગ સુરત દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગ અંગેની ટેન્ડરરીંગ નોટીસ આપવામાં આવી છે જેમાં માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં દીપડા રેસ્ક્યું સેન્ટર બનાવવા અંગેનું બજેટ પણ મંજૂર થયેલ છે.

આ યોજના અસરગ્રસ્ત વિસ્તારમાં વ્યાપક ચર્ચા વગર અને સ્થાનિકોના જાણ બહાર ઠોકી બેસાડવામાં આવી છે અને ગ્રામસભાઓની મંજૂરી લીધા વગરજ આ યોજના શરૂ થઈ ચૂકી છે માંડવી તાલુકામાં સરકારી શાળાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ખખડધજ હાલતમાં છે એનો વિકાસ કરવાની જગ્યાએ ઉધોગપતિના દલાલો આદિવાસીઓના વન અધિકાર અધિનિયમ 2006ના તથા બંધારણય અધિકારો છીનવવા નીકળ્યા છે ટૂંક સમયમાં જળ–જંગલ અને જમીનના અધિકારોની ઉદ્યોગપતિઓને જાળવણી અને વહીવટ સોંપવામાં આવશે અને એના ફાયદા પણ ઉધોગપતિઓના દલાલો બતાવશે કારણકે એમનો મૂળ હેતુ જ નફો છે આદિવાસી વિસ્તારની જળ જંગલ અને જમીન અને સંસ્કૃતિ બચાવવી નહિ માટે આપણે સહુ સંગઠિત થઈને એક મજબૂત અવાજ ઉઠાવવો જરૂરી છે.

માંડવીના સામાજિક કર્મશીલ અખિલ ચૌધરી Decision News સાથે વાત કરતાં જણાવે છે કે જળ જંગલ અને જમીનમાં જીવન નિર્વાહ કરતા આદિવાસીઓને જંગલમાંથી ખદેડવાનું આ ખુબ જ મોટું ષડયંત્ર કરાય રહ્યું છે જેનાથી આદિવાસી લોકો હાલમાં બેખબર દેખાય રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here