ઉમરપાડા: વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રયાસના ભાગરૂપે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર પ્રાથમિક શાળા બાળકો અમદાવાદ ગુજરાત સાઇન્સ સીટીનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ નીવડ્યું હોય તેમ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ખુબ જ રોમાંચિત જોવા મળ્યા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી, ગુજકોસ્ટ તથા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજીત લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી શાળાના બાળકોને અમદાવાદ ગુજરાત સાઈન્સ સીટી પ્રવાસ કરાવતા બાળકો રોમાંચિત બન્યા હતા. અહીં બાળકોએ આઇમેક્સ થ્રીડી થિયેટર, એમ્ફીથીયેટર,હોલ ઓફ સાયન્સ,હોલ ઓફ સ્પેસ , થ્રિલ રાઇડ, લાઇફ સાયન્સ પાર્ક , એનર્જી પાર્ક ,પ્લેનેટ અર્થ ,નેચર પાર્ક , એકવાટીક ગેલરી , રોબોટીક ગેલેરી ,નોબેલ ડોમ વગેરે આકર્ષણોથી રોમાંચિત બન્યા હતાં.
જાગૃત નાગરિક વિજય વસાવા જણાવે છે કે ગ્રામ્ય કક્ષાના બાળકો પોતાની પ્રતિભાઓ કેળવવા અને તેમના રહેલી સુષુપ્ત શકિતઓ બહાર લાવી શકાય તેવા પ્રયાસો અત્યંત આવશ્યક છે, તેના ભાગરૂપે શિક્ષણની સાથે નિદર્શન કરવું અગત્યનો ભાગ છે.