ગુજરાત: ચૂંટણી આયોગના સચિવ દ્રારા આ સંદર્ભે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હોદ્દાની એ કલેકટરો તથા તમામ પ્રાંત અધિકારીઓને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટથી યોજવામાં આવશે અને તે માટે જરિયાત મુજબની મત પેટીઓ જિલ્લા અને તાલુકાના સ્ટ્રોંગ માં ઉપલબ્ધ હોય તો તે મેળવીને જો રીપેરીંગની જરિયાત હોય તો તાત્કાલિક પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત તમામ મત પેટીઓમાં સર્વિસ તથા ઓઇલિંગ કરાવી ચૂંટણીમાં ઉપયોગમાં લઈ શકાય તે માટેની જરી કાર્યવાહી કરવાની રહેશે.બેલેટથી ચૂંટણી યોજવાની હોવાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૦ જીએસએમ પ્રકારના સફેદ અને ગુલાબી રંગના મતપત્રકો છાપવાના કાગળ સાથેના છાપકામના ભાવો મેળવી ખાનગી પ્રેસ અને એજન્સીઓ નક્કી કરવા તાત્કાલિક કાર્યવાહી હાથ કરવાની રહેશે.

Decision news ને મળેલી માહિતી મુજબ ઉમેદવારી પત્રો, વૈધાનિક -બિનવૈધાનિક પરબીડીયા, બિનવૈધાનિક ફોમ્પ્સ વગેરે સ્થાનિક કક્ષાએ છપાવીને ઉપયોગમાં લેવા પણ ચૂંટણી આયોગે સૂચના આપી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જરી સ્ટેશનરી સાધન સામગ્રી જે તે જિલ્લાના કલેકટરોએ સ્થાનિક કક્ષાએથી ખરીદી કરવાની રહેશે. ગ્રામ પંચાયતોના મતદાન મથકની વિગતો કલેકટરે ગુજરાત સરકારના વિકાસ કમિશનરને મોકલવાની રહેશે અને મતદાન મથક દીઠ ચૂંટણી માટે થનાર ખર્ચ અનુસંધાને ગ્રાન્ટ મેળવવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.

છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી અને તે બાબતને ધ્યાનમાં રાખી એક એપ્રિલ ૨૦રર થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું રાય ચૂંટણી આયોગ દ્રારા નજીકના ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે અને તે અંગેની તૈયારીઓ ચાલી રહી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here