મહીસાગર: ચપ્પલ નિકાલ કે મારના ચાહિયે, ચપ્પલ ખાને લાયક હૈ, હરામી સાલે…. આવી અણછાજતી અભદ્ર ભાષા બોલનાર મહિસાગર કલેક્ટર નેહા કુમારી સામે દલિત અને આદિવાસી એક થઇ વિરોધના શુર પુરાવી રહ્યો છે કે જો આ હલકી માનશીકતા ધરાવનાર કલેક્ટરની હટાવવામાં નહિ આવે તો મુખ્યમંત્રીને ચીમકી આપી દેવામાં આવી છે.
ચેતર વસાવા અને અનંત પટેલે ભૂપેન્દ્ર પટેલ સરકારને ચેતવણી આપી છે કે ગુજરાત સરકાર કલેક્ટરને સસ્પેન્ડ નહીં કરે તો આવનારા સમયમાં મોટું જનઆંદોલન કરીશું. એક અરજદારની રજૂઆત સાંભળ્યા વગર જ કલેક્ટરે આદિવાસી અને દલિત સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરીને તેમના પ્રત્યે પોતાની હલકી માનસિકતા છતિ કરી છે. “ચપ્પલ નિકાલ કે મારના ચાહિયે, ચપ્પલ ખાને લાયક હૈ, હરામી સાલે”. આ રીતે પબ્લિક મંચ પરથી જાહેરમાં આદિવાસી સમાજના માણસ માટે કલેક્ટરે જે નિવેદન કર્યું છે. સંવિધાનમાં SC, ST પરના અત્યાચાર નિવારણ માટે એટ્રોસિટી એક્ટ બન્યો છે, પણ કલેકટરે કહ્યું કે, દલિત અને આદિવાસી લોકો આ એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરે છે. દાહોદમાં તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દલિત અને આદિવાસી કર્મચારીઓ સાથે જે વ્યવહાર કર્યો છે તેની પણ ફરિયાદો અમારી પાસે આવી છે તેમ જણાવતા ચૈતર વસાવાએ કહ્યું કે સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લે. ગુજરાત સરકાર કલેકટરને સસ્પેન્ડ નહીં કરે તો આવનારા સમયમાં મોટું જનઆંદોલન કરાશે.
આવનાર 6 તારીખે તમામ આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને કલેકટર કચેરીનો ઘેરાવ કરવાની ચેતવણી ચેતર વસાવાએ આપી છે. ત્યારબાદ પણ સરકાર પગલા નહીં ભરે તો આવનાર સમયમાં અમે ગાંધીનગર અને મહીસાગરમાં વધુ જલદ કાર્યક્રમો આપીશું એમ પણ જણાવ્યું હતું.

