સેલવાસ: અકસ્માતોની સંખ્યામાં દિવસે- દિવસે વધારો થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે દાદરા નગર હવેલી ખાતે એક જીવલેણ અકસ્માતની ઘટના સ્થળ પર જ ચાર વ્યક્તિના મોત થયાની ઘટના બનવા પામી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દાદરા નગર હવેલી ખાતે સુરત પાર્સિંગની કારમાં સહેલાણીઓ ફરવા આવેલા હતા ત્યારે અચાનક ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. પાંચમાંથી ચારના મોત નીપજ્યાં હતાં. અકસ્માત સર્જાતા સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયા હતા. અકસ્માતમાં કારની હાલત એટલી હદે બેકાર થઇ ગઈ હતી કે કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરાં કટરથી કાપવા પડયાં હતાં.
અકસ્માતના કારણ તપાસ કરતાં જણાયું કે રોડની સાઈડમાં પડેલા મોટા પથ્થરો સાથે કાર ટકરાતા કારનો ખુરદો વળી ગયો હતો. હાલમાં એક જણાને નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે ચાર વ્યક્તિની લાશો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.

