સુરત: આજરોજ સરથાણા ખાતે DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના કોન્ટ્રાક્ટર્સ ઉપસ્થિત રહ્યા.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમની શરૂઆતમાં એસોસિયેશનના પ્રમુખ અને મુખ્ય મહેમાનો દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી આવેલા કોન્ટ્રાક્ટરના વિવિધ વિષય પર ચર્ચા કરી હતી. આમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટર ફ્રેન્ડલી પોલિસી અને નવી ટેકનિકલ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જે ભાવો આપવામાં આવે છે તેમાં અને દક્ષિણ ગુજરાતના કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા ભાવમાં ખૂબ જ વિસંગતતા હોય તે મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ઊર્જા મંત્રીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે
શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કોન્ટ્રાક્ટર દ્વારા રજુ કરાયેલ પ્રશ્ન બાબતે તેઓની સાથે રહી અને રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી.મહેમાનોએ કોન્ટ્રાક્ટર્સના તજજ્ઞતા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયાસોને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ કાર્યક્રમ સૌ મિત્રતા અને વ્યવસાયિક સહકારના ભાવ સાથે રહી કામ કરવા કટીબદ્ધતા દર્શાવી હતી
આવા કાર્યક્રમો માત્ર કોન્ટ્રાક્ટર્સ માટે જ નહીં, પણ સમગ્ર ઉદ્યોગ માટે પ્રગતિશીલ પગલું સાબિત થાય છે. DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશનએ આગામી સમયમાં વધુ સંમેલનો અને તાલીમના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

