માંડવી: આજરોજ માંડવી તાલુકાના નાગરિકોના અસંખ્ય પ્રશ્નો આજે પડતર છે માંડવી તાલુકાના પડતર પ્રશ્નો અંગે સંવાદ થી સમાધાન કરવા માટે માંડવી તાલુકાના સામાજિક આગેવાનોની એક બેઠક પંચવટી હોટલ રૂપણ ખાતે મળી હતી જેમાં માંડવી તાલુકાની સમસ્યાઓને જાણીને નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરવાના ભાગ રૂપે એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી
149 જેટલા ગામોથી બનેલા માંડવી તાલુકામાં આજે અનેક નાગરિકોના અસંખ્ય પ્રશ્નો પડતર હાલતમાં છે સામાન્ય નાગરિક વીજળી અને પાણી રસ્તા મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ સાથે બેઠકમાં આવાસ યોજના, જાતિના દાખલા, પાણીની સમસ્યાઓ, બસની સમસ્યાઓ, આધારકાર્ડની સમસ્યાઓ, મધ્યાહ્ન ભોજન, જર્જરિત સરકારી સ્કૂલો, અનિયમિત શિક્ષકો, દૂધ ડેરીના પ્રશ્નો, ગ્રામ્ય સમસ્યાઓ, અપૂરતું અનાજ, ગેરકાયદેસર માટી ખનન, વિધવા અને વૃદ્ધા સહાય યોજના અંગે, દારૂ–આંકડા જેવા અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરી સમસ્યાઓના નિરાકરણ અંગે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
આ બેઠકમાં Decision News ને મળેલી જાણકારી મુજબ માંડવી તાલુકાના સામાજિક આગેવાનો અખિલ ચૌધરી, ઉમેશ ચૌધરી, અશ્વિન વસાવા, અજય વસાવા, હિતેશ ચૌધરી, કમલેશ ચૌધરી અને બીજા યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ ટીમ દ્વારા મુલાકાત લઈને આ તમામ સમસ્યાઓ પ્રશાસન તેમજ સરકારને અલગ અલગ માધ્યમથી ન્યાય માટે રજૂઆત કરવામાં આવશે

