કપરાડા: જંગલી ડુક્કરથી શકરીયાનો પાક બચાવવા ખેતરના ફરતે લોખંડના તારમાં વીજ કરંટ લગાવવાનો વલસાડના કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના ખેડૂતનો ઉપાએ એક વ્યક્તિને મૃત્યુલોક પોહચાડી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડાના આંબા જંગલ ગામમાં મહાદુભાઈ દેવજીભાઈ થોરાત નામના ખેડૂતે તેમના ખેતરમાં શકરીયાની ખેતી કરી હતી. જંગલી ડુક્કરથી પાક બચાવવા ખેતરના ફરતે પોલ નાખી લોખંડના તાર લગાવી તેમાં વીજ કરંટ લગાવ્યો હતો ત્યારે 3 ઓક્ટોબરની સવારે ખેડૂતની વાડીમાં મહિન્દ્રા મેક્સ ગાડીના જીતેન્દ્ર ગાયકવાડ નામના ચાલકે ખેડૂતને શકરીયા લઈને કેટલા વાગે કપરાડા માર્કેટમાં જવાનું એ પૂછવા જતા ચાલકનો પગ લોખંડના તાર સાથે અડી જતા કરંટ લાગ્યો હતો અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ આકસ્મિક મોતની ઘટનાને લઈને કપરાડા તાલુકાના પોલીસ ચોકીએ મહિન્દ્રા મેક્સના સંચાલકની પત્નીએ ખેડૂત અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર ઘટના બહાર આવી છે. હાલમાં કપરાડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.