દક્ષિણ ગુજરાત: સેવાકીય પ્રવૃતિઓમાં સતત કાર્યરત સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે આવેલા શાંતાબા ઢોડિયા સમાજ ભવન ખાતે તારીખ 8/9/10 નવેમ્બર 2024 ના રોજ સવારે 9થી સાંજે 11 વાગે સુધી મેગા ટ્રાયબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
Decision news ને મેળવેલી માહિતી મુજબ આ ટ્રાયબલ ટ્રેડ ફેર મુખ્ય આયોજક ડો.પ્રદીપભાઈ ગરાસિયા,નિલમભાઈ પટેલ ખોબા, કમલેશભાઈ પટેલ, બિપીનભાઈ ચૌધરી અને સમસ્ત આદિવાસી સમાજની સમગ્ર ટીમ રહેશે. આ બાબતે મીડિયાને વધુ જાણકારી આપતાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું કે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અત્યારસુધીના ઇતિહાસમા સૌથી મોટામાં મોટુ રાજય લેવલનું આયોજન કરવામાં આવેલ છે. હમણાં સુધી સમસ્ત આદિવાસી સમાજ આદિવાસી સમાજને થતાં અન્યાય વિરુદ્ધ સરકારને સતત રજૂઆત કરવાની સાથે વિવિધ પ્રોજેકટો હેઠળ સામાજિક કામગીરીઓ કરતુ આવેલ સામાજિક અગ્રણીઓ દ્વારા બનેલ સંગઠન છે.હાલમાં અનેક શિક્ષિત યુવાનો સરકારી નોકરીના અભાવે બેકાર બેસી રહેલ છે. આવા અનેક યુવાનોમાં સ્વાવલંબન આવે અને પગભર બની પોતાનો, પોતાના પરિવાર, સમાજ અને દેશના પ્રગતિમા સહભાગી બને એવી એક ઉમદા ભાવનાથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ મેગા ટ્રેડ ફેરમા 3 દિવસમા એક લાખથી વધારે માણસોની જનમેદની ઉમટવાની અમે આશા રાખી રહ્યા છીએ. આ ટ્રેડ ફેરમાં શૂન્યમાંથી સર્જન કરીને જીવનમાં પ્રેરણારૂપ બનેલ સામાજિક આગેવાનો નવયુવાનોને ઉદ્યોગધંધા ક્ષેત્રે આગળ આવવા માટે પોતાનું અમૂલ્ય જ્ઞાન પીરશસે.
9 નવેમ્બર 2024ના રોજ વિશ્વ વિખ્યાત વક્તા અને લેખક જય વસાવડા આદિવાસી સમાજના નવયુવાનોનું મનોબળ વધારવા માટે આવી રહ્યા હોય અનેક લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સહુને અમારું હાર્દિક આમંત્રણ છે કે સહપરિવાર પધારી ઉદ્યોગધંધાક્ષેત્રે આગળ આવવા માટેની અમૂલ્ય વિદ્યા જે લાખો રૂપિયા ખર્ચીને મળતી હોય છે તે 3 દિવસ દરમ્યાન વિનામૂલ્યે મેળવીને જીવનમા ખુબ ખુબ પ્રગતિ કરશો અને તેનો ઉપયોગ સમાજ,દેશનું નામ રોશન કરવામાં કરશો. કાર્યક્રમ દરમ્યાન દેશના વિવિધ પ્રદેશો માંથી આવેલ મહાનુભાવો પાસેથી કંઈક અવનવું શીખવાનું અને અવનવી સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણવાનું ચુકશો નહિ.