ચીખલી: રમતગમતના ક્ષેત્રમાં હવે આદિવાસી સમાજના યુવાનો પણ પાછળ રહ્યા નથી મોટા ભાગની પ્રતિયોગિતામાં હવે યુવાનો પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે ત્યારે નવસારીના ચિખલીના એથ્લેટિકસ પ્લેયર રોહિત ભોયા 43 માસ્ટર એથ્લેટિકસમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 26-27 સપ્ટેબરના રોજ ગુજરાત રાજ્યના કચ્છ-ભૂજ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની 43 માસ્ટર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ચિખલીના રુમલા ગામમાં રહેતા આદિવાસી સમાજના આગવી પ્રતિભા ધરાવતા રોહિત ભોયા નામના યુવાને 200 મી.800 મી દોડમાં હરીફોને પછાડી 2 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા.
તેમની આ સિધ્ધિ બદલ કોચ એફ.બી.ર્મિઝા અને રૂમલા ગામના પ્રસંશકોએ અને આદિવાસી સમાજના લોકોએ તેમને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીયા હતા. તથા આદિવાસી સમાજનું આવનારા વર્ષોમાં ગૌરવ વધારે એવી ઈચ્છા પ્રગટ કરી હતી તેઓ હવે પછી દિલ્લીમાં યોજાનાર નેશનલ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યો છે.