વલસાડ: દિવાળીની ટાણે વલસાડ એસ ટી વિભાગમાં દ્વારા ચલાવવામાં આવતી વલસાડ-ધરમપુર-વાંસદા-વ્યારા-માંડવી-રાજપીપળા સુધી માત્ર એક બસ જાય છે, પરંતુ આજ તારીખ 28 ઓકટોબર 2024 થી 3 કરતા વધુ દિવસ આ તમામ ટ્રીપો બંધ કરી દેવામાં આવતા મુસાફરો અટવાયા છે.
વલસાડ, ધરમપુર-વાંસદા સહિત વિસ્તારોમાં નોકરી કરતા લોકો માંડવી (સુરત), રાજપીપળા, દેડિયાપાડા, નેત્રંગ પોતાના વતન જવા માટે બસની રાહ જોતા રહયા અને જ્યારે મુસાફરો દ્વારા પૂછપરછ બારી પર પૂછવામાં આવ્યું ત્યારે ત્યાં થી એવું કહેવામાં આવ્યું છે કે દિવાળી દરમિયાન તમામ બસ સુરત મૂકવામાં આવી છે, ત્રણ દિવસ થી વધારે બસ બંધ રહેશે જેથી દિવાળીનાં તહેવારોમાં પોતાના વતન જતા મુસાફરો દિવાળીના તહેવારમા ખુબ જ હેરાન થતા જોવા મળી રહ્યા છે.
ધરમપુર ડેપોમા પુછતા એમ જણાવવામા આવે છે કે એકસ્ટ્રા સંચાલનમા બસો મોકલવામાં આવેલ છે. એટલે ગામડાની બસો બંધ છે. ત્યારે સવાલ થાય છે દિવાળી કરવા આવતા ગામડાના મુસાફરોનુ શુ?. શું માત્ર શહેરના લોકો માટે ST વિભાગ કામ કરે છે.?
એક તરફ નર્મદા જિલ્લને સરકાર પ્રાવસન સ્થળ તરીકે વિકસાવી દુનિયાભરમાં નામના પામી રહ્યું છે, ત્યારે વલસાડ – ધરમપુર થી રાજપીપળા, કેવડિયા જવા માટે એક થી બે બસ છે એ પણ આવા તહેવારોમાં બંધ કરી દેવામાં આવે છે.
ત્યારે ગુજરાત સરકારના આદિવાસી વિસ્તારોમાં પૂરતી બસો દોડાવવાનો દાવો માત્ર ભાષણો અને કાગડો પર જોવા મળતો હોઈ એવું લાગે છે.