ખેરગામ: આજરોજ સત્ય ડે ના ખબરપત્રી વિનોદ મિસ્ત્રી નામના ઈસમ દ્વારા ખેરગામમાં જાતિ-ધર્મોમાં રાગદ્વેષ ઉભા કરી શાંતિ- સલામતી ડહોળાય તેવા સમાચાર છાપી કરવાના આક્ષેપો સાથે શાંતિ- સલામતી ડહોળાય તેવા સમાચાર છાપી વિસ્તારમાં અશાંતિ અને અજંપો કરવાના પ્રયાસો કરતા હોવાના આક્ષેપો સાથે ખેરગામ મામલતદાર ઑફિસ કરવામાં આવી છે.
ખેરગામ ખાતે નવરાત્રીનો ઉત્સવ તમામ ધર્મો-સમુદાયોના લોકોએ સુલેહશાંતિથી મનાવ્યો. જેમાં ખેરગામના હજારો લોકોએ બિનસંપ્રદાયિક રીતે ભાગીદાર બન્યા. નોમના દિવસે આયોજકોએ મેડિકલ એસોસીએસનન હોદ્દેદારો ડોક્ટર ડો.નિરવ પટેલ, ડો.ગુલાબભાઇ, ડો.રાકેશભાઈ, ડો.વિજયભાઈ સહિત અન્ય વિભાગના મહાનુભાવોને આમંત્રિત કરેલ અને ખુબ જ શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે તમામ ડોકટરોએ ખુબ જ સાથ-સહકાર આપેલ અને માતાજીની આરતી પણ કરેલ, તે વાતનું વતેસર કરવા અને કોઈ હિંદુ ધર્મના લોકોને મુસ્લિમ ધર્મના લોકો સાથે તેમજ આદિવાસી સમાજના લોકોને મુસ્લિમ ધર્મના લોકો સાથે લડાવી મુકવા અને એકમેકના સમુદાયોમાં રાગદ્વેષની ભાવના પેદા કરવાના બદઇરાદે સત્ય ડે નામના સમાચારપત્રના ખબરપત્રી વિનોદ મિસ્ત્રીનાઓએ (મોબાઈલ નંબર-9427141659) અને તંત્રીએ પાયાવિહોણા સમાચારો છાપી તેમાં વિધર્મી આયોજકોના કૃત્ય સામે હિંદુ સમાજના ટ્રસ્ટી સંચાલકો – ભારે રોષ તેવા ખોટા સમાચારો ધારાસભ્યશ્રી તેમજ પહેલેથી જાણ થઇ હોત તો બહિષ્ક થયો હોત એવું બધું કોઈપણ તથ્યતા-ઢંગધડા વગરનું લખાણ લખીને પ્રસિદ્ધ કરેલ છે, ખેરગામમાં પત્રકાર નો રોપ જમાવીને કોઇ પણ કાર્ય સ્થળ પર મંજૂરી વગર મનસ્વી દ્વેષભાવ રાખી ફોટા પાડવા લાગી જાય છે અને કોઈ પણ તથ્ય જાણયા વગર કે સામે પક્ષની રજૂઆત વગર મનમાં જે આવે એ વિષે હમેશા ગામ વિષે નકારાત્મક વલણ અપનાવી પત્રકારિતાને કલંક લગાડે છે જે ચલાવી શકાય એમ નથી.
આ ઇસમને નમૂના રૂપ સજા થાય તેવી ગામ લોકોની માંગણી છે, જેનાથી હિંદુ-મુસ્લિમ-આદિવાસી સમાજની લાગણીઓ દુભાઈ છે અને માતાજીના નવરાત્રી ઉત્સવને તેમજ રામજી મંદિરને બદનામ કરવા તેમજ એક જાતિ-ધર્મને બીજા જાતિ-ધર્મ સાથે લડાવી મુકવા અને એકમેકમાં રાગદ્વેષ ઉભા થાય એવા બદઇરાદે આ અપકૃત્ય કરેલ હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી ફરિયાદ છે.