નવસારી-વલસાડ: નવરાત્રી પર્વ લોકોએ નવ દિવસ માતાજીના ગરબા હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે અને દશમાં દિવસે દશેરાની પણ કેટકલી જગ્યાએ રાવણના પૂતળાંનું દહન કરી ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે લોક માન્યતા છે કે દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાનો તેથી જલેબી ફાફડાની લારી અને દુકાનો પર અસંખ્ય ભીડ જોવા મળે છે. તો દશેરાના દિવસે જલેબી ફાફડા ખાનારા લોકો ચેતી જજો.! શું તમે જાણો છો ? એ જલેબી ફાફડા ક્યારે અને કેટલા દિવસોથી બનાવીને પેકિંગ કરી રાખ્યા હોય છે.
કેટલીક જગ્યાએ દશેરાના બે થી ત્રણ દિવસો પેહલા ફાફડા-જલેબી બનાવીને તૈયાર કરી પેકિંગ થઈ ગયા હોય છે કારણ કે દશેરાના દિવસે ગ્રાહકોની ભીડમાં દોડધામ કર્યા વગર આસાનીથી ભીડને પહોંચી વળાય છે. તો જલેબી ફાફડા ખાનારા લોકો ચેતી જજો કે તમારા હાથમાં વાસી જલેબી ફાફડા તો નથી આવી ગયા ને ? કારણ કે વાસી ખોરક તમારા સ્વાથ્ય માટે નુકસાનકારક અને રોગનું નોતરતું છે. તો જલેબી ફાફડા લેતા પેહલા શું તમે તાજુ બનાવેલું લીધું છે કે કેમ, તેની ચકાસણી અવશ્ય કરી લેવી.
ડ્રગ્સ એન્ડ ફ્રુડ વિભાગના અધિકારીઓ એ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં દશેરાના દિવસે ફરસાણોની લારી, દુકાનોમાં ચેકીંગ હાથ ધરવું બન્યું જરૂરી..
કેટલાક મોટા શહેરોમાં ડ્રગ્સ એન્ડ ફ્રુડ વિભાગના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું છે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા જેવા જિલ્લાના તાલુકામાં અને કેટલાક અન્ય વિસ્તારોમાં પણ દશેરા પર્વના દિવસે જલેબી ફાફડા બનાવતા ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરશે કે કેમ ? કે તેઓ પણ જલેબી ફાફડા ખાય લેશે કે શું ? એ જોવું રહ્યું.