ભાવનગર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિને દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન નિલમ પટેલનો ભાવનગર ખાતે આવેલ ગાંધી વિચાર સાથે શિક્ષણની સુવાસ ફેલાવતી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદનું આયોજન થયું હતું.

DECISION NEWS ને મળેલી માહિતી અનુસાર આજે 2 ઓકટોબર ગાંધી જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકામાં છેલ્લા ૧૮ વર્ષથી ગાંધી વિચાર થકી લોક સેવાના અનેક સેવાકીય કર્યો જેમકે શિક્ષણ, છાત્રાલય, આરોગ્ય, પર્યાવરણ, કૃષિ, જન જાગૃતિ, જળ સંચય સહિતની વિશિષ્ટ કામગિરી કરી દક્ષિણ ગુજરાતમાં યુવા ગાંધીયન તરીકે નામના ધરાવતા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી શ્રી નિલમભાઈને પોતાના કાર્યો વિદ્યાર્થીઓ સમક્ષ મુક્યા હતા.

આ ઉપરાંત વર્તમાન સમયમાં ગ્રામ ઉત્થાનના કામો કેવી રીતે ગાંધી વિચાર સાથે કરી શકાય એ વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમની મુંઝવણને દુર કરી હતી અને ગ્રામીણ લોકોની સમસ્યા સવાલોના નિરાકરણ લાવી વિકાસના કર્યો કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.