માંડવી: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનો મુદ્દો હવે વધુ વેગ પકડી રહ્યો છે માંડવી તાલુકામાં પોસ્ટર લગાવી નેતાઓને શોધી લાવવા ઈનામ જાહેર કર્યા બાદ હવે ખેડૂતો અને આ અભિયાનની શરૂઆત કરનાર આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરી તથા એમની ટીમ દ્વારા માંડવી ખાતે સુપડી વિસ્તારમાં ઓફિસ ખોલવામાં આવી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ જ્યાં ખેડૂતો,મજૂરો મોટી સંખ્યામાં અભિયાન સાથે જોડાવામાં આવી રહ્યા છે જેને લઇને તાલુકામાં ચર્ચાઓ એ જોર પકડ્યું છે માંડવી તાલુકામાં સુગર માટે આંદોલન ઉભુ કરવા મજબૂત પહેલ કરી રહ્યા છે મહાત્મા ગાંધીની જન્મ જયંતીના દિવસેજ આ અભિયાન શરૂઆત થઈ છે. જે અંગે આંદોલનના આગેવાન અખિલ ચૌધરીએ ખેડૂતોને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે અધિકાર સાથે જવાબદારી આવે છે જો મહેનતના નાણાં માંગવું એ અધિકાર છે તો માંડવી સુગરને બચાવવું એ દરેક નાગરિકની જવાબદારી છે અને અભિયાન સાથે જોડાઈ ખેડૂતો મજૂરોનો અવાજ વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.
વધુમાં જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત ગામે ગામથી ખેડૂતો માંડવી ખાતે આવેલ ઓફિસે આવી જોડાઈ રહ્યા છે અને માંડવી સુગરનાં ખાનગીકરણ વિરુદ્ધ અને ખેડૂતો, મજૂરો, ટ્રાન્સપોર્ટરો તથા કર્મચારીઓના મહેનતના નાણાં પરત મેળવવા માટે શરૂ કરેલું અભિયાન વધુ તેજ બની રહ્યું છે. યુવા આંદોલનકારીઓ આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે ત્યારે સમગ્ર માંડવી તાલુકાની નજર હવે આ અભિયાન ઉપર છે.