ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના સામરપાડા (સીંગ) સી.આર.સી કક્ષાનો ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ અંતર્ગત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમા 14 શાળાની કુલ 17 કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
સામરપાડા (સીંગ) સી આર સી કક્ષાનું ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આશ્રમ શાળા સામરપાડા સીંગ ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25) ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું. જેમાં સામરપાડા (સીંગ) ગૃપ આચાર્યશ્રી ચાર્લેંશભાઈ રજવાડી દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને રીબીન કાપી ખૂલું મુકવામાં આવ્યું હતું.
જેમાં કલસ્ટર ની 14 શાળાની કુલ 17 કૃતિઓ રજુ કરવામાં આવી જેમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં વિભાગ 1 માં આશ્રમ શાળા સામરપાડા , વિભાગ 2 પ્રા.શા. સામરપાડા (સીંગ), વિભાગ 3 પ્રા.શા. મોસ્કુવા, વિભાગ 4 પ્રા.શા. મગરદેવ, વિભાગ 5 પ્રા.શા. ઘોડી વગેરેનો પ્રથમ નંબર આવેલ છે. પાંચે વિભાગમાં વિજેતા નંબરોને શીલ્ડ,ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. અને દરેક ભાગ લેનાર બાળ વૈજ્ઞાનીક અને શિક્ષકશ્રી ઓનું જમવાનું આયોજન કરવામાં આવ્યું. જેનું સામરપાડા સી. આર. સી. કો.ઓર્ડીનેટર ભલાભાઈ ચૌધરી, તથા શાળા પરિવાર આચાર્ય તથા ગણિત વિજ્ઞાનનાં શિક્ષકો તથા બાળકોએ મળીને સુંદર આયોજન કરવામાં આવ્યું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 માં જેતે શાળાની પ્રથમ નંબરે આવેલ તમામ કૃતિઓ તાલુકા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25માં ભાગ લેશે.

