વાંસદા: છેલ્લાં બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને સ્થાનિક ખેડૂતોની જીવાદોરી કહેવાતા વાંસદા તાલુકાના કેલીયા અને જૂજ ડેમમાં પાણીની આવક વધતા હાલમાં 2 ફૂટથી ઓવરફલો થયાની માહિતી મળી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકામાં હાલમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થયાનું જાણવા મળ્યું છે વાંસદાના 30 થી વધુ રસ્તાઓ વિવિધ કારણોસર બંધ થઇ ગયા હતા અને વરસાદી પાણીને લઈને નદી નાળાઓ છલકાઈને વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયાનું પણ કહેવાઈ રહ્યું છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

જૂજ અને કેલીયા ડેમમાં પાણીની આવક વધી છે 2 ફૂટથી વધુથી બંને ડેમો ઓવરફ્લો થયા છે. વધુ વરસાદને કારણે ખાનપુર, ચોરવણી, અંકલાછ, માનકુનિયા, ખાંભલા, બરતાડ, ધરમપૂરી, સરા, મહુવાસ, પ્રતાપનગર, વાંદરવેલાના ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.