ડાંગ: ગુજરાતના છેવાડે આવેલો જીલ્લો એટલે ડાંગ.. પણ ડાંગના યુવાઓ અને વિદ્યાર્થીઓ ગુજરાતમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવી રહ્યા છે ત્યારે શાળાકીય રમત સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બારીપાડા ડાંગનાના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ 21ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, સાપુતારા- ડાંગ દ્વારા આયોજન શાળાકીય રમત સ્પર્ધામાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને પ્રાયોજના વહીવટદારશ્રી કચેરી આહવા-ડાંગના તાબા હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ-બારીપાડા શાળાના આચાર્ય સાહેબશ્રી પંકજભાઈ ગાવિત તેમજ શાળાના વ્યાયામ શિક્ષકશ્રી હિરેનભાઈ ગાઈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ U-19 કબ્બડી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી-ડાંગ તથા GSTES ગાંધીનગરનું ગૌરવ વધારેલ છે.

આગામી સમયમાં પણ રાજ્યકક્ષાએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્તકરે તેવી શાળા પરિવાર અને સંચાલક મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન આપી શુભેરછા પાઠવી હતી.