ડાંગ: ગુજરાતમાં એક પછી એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યાં છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર કરતા અધિકારી પર લગામ લગાવવા માટે સરકાર હવે વિધાનસભામાં લાવી રહી સ્પેશિયલ બિલ લાવવા જઈ રહી છે. ફરજિયાત નિવૃત કરવામાં આવતા હોવા છતાં કેમ ભ્રષ્ટાચાર બાબતે અધિકારીઓ કેમ બે લગામ છે

હવે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની ખેર નથી. સરકાર ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સ્પેશિયલ વિધેયક ચોમાસું સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત સરકાર લાવશે. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે. એટલું જ નહીં આ પ્રકારના કેસોમાં એસપી કક્ષાના અધિકારીઓને આખા કેસની તપાસ સોંપવામાં આવશે.

હાલ ચાલી રહેલાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે સુધારા વિધેયક જે અંતર્ગત ACB એટલે કે, એન્ટી કરપ્શન બ્યૂરોને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા છે. આ નવા કાયદા અંતર્ગત ગુજરાત સરકાર ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીનાં કડક પગલાં લેશે.

જો ભ્રષ્ટાચારી બાબુઓએ તેના અન્ય કોઈ નજીકના સગા-સંબંધીના નામે પોપર્ટી ખરીદી હશે તો નવા કાયદા હેઠળ આવી પ્રોપર્ટી જપ્ત કરી શકાશે. એટલું જ નહીં અન્ય વ્યક્તિ ના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટીસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે ન આવતા હોય તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે. જેમાં ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે. ડાંગ જિલ્લામાં પણ નવા જૂની થશે કે પછી અધિકારી મિત્રો હાથ તાળી આપસે સરકારને કારણકે ડાંગના અધિકારી મિત્રો બધીજ જગ્યાએ હાથ તાળી આપવામાં માહિર છે. જેમ કે R એન્ડ B વિભાગ/પાણી પુરવઠા વિભાગ ના અધિકારી મિત્રો/તલાટી મિત્રો પણ/પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ડાંગ ખાતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં કોઈ બે મત નથી