સેલવાસ: ગતરોજ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવાની નોબત આવી હતી. હાલમાં મધુબન ડેમમાંથી 92 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.સેલવાસમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધી 3.31 ઈંચ વરસાદ પડયાનું નોંધાયું છે.
Decision News પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર મધુબન ડેમના ઉપરવાસમા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી હતી જેના કારણે મધુબન ડેમમાંથી સાંજે પાંચ વાગ્યે 92864 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ મધુબન ડેમનુ લેવલ 75.35 મીટર છે. ડેમમાં પાણીની આવક 58012 ક્યુસેક છે, પાણીની જાવક 92864 ક્યુસેક છે.
મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારેના જવા માટે સેલવાસ પ્રશાસન દ્વારા તાકીદ કરવામા આવી છે. હજુ મેઘરાજા થોડા થોડા વિરામ બાદ ભારે ઝાપટાં સાથે વરસી રહ્યો છે.

