ગુજરાત: અમદાવાદ અને મહેસાણા જિલ્લાના 15 થી વધુ મિત્રોના ગૃપ દ્વારા 24મી ઓગસ્ટ 2024, શનિવારે ડાંગ જિલ્લાના દૂર-દૂરના ગામો જેવા કે વાંગન, વાવદા અને કુતરનાચિયા ગામના 130 થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બેગ, કંપાસ બોક્સ, નોટબુક, સ્કેચ પેન અને સુકામેવા વિતરણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા પ્રાર્થનાથી થઈ અને તમામ બાળકો સાથેના સમૂહ ભોજન સાથે તેનો સમારોપ થયો. આ સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો જગદીશ ગાયકવાડ, જગદીશ વસાવા અને મનીષ મારકણા દ્વારા વ્યવસ્થિત કરવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે ડાંગના પૂર્વ (માજી) સરપંચ અને સક્રિય સામાજિક આગેવાન મોતિલાલ ગાયકવાડ હાજર રહ્યા હતા
આ ઉપરાંત માજી સરપંચ નીતિનભાઈ ગાઈન અને જગદીશભાઈ વસાવા રહ્યા અને તેમણે ડાંગના લોકોને પડતી મુશ્કેલીઓ અને સંઘર્ષ વિશે ભાષણ આપ્યું. આ મિત્ર મંડળના શ્રી નિર્મલ શર્માએ તેમના ગ્રુપની આ સામાજિક સફરની શરૂઆત કેવી રીતે થઈ અને તેમનાં શાળાના દિવસોની યાદો વિશે વાત કરી.