નર્મદા જિલ્લા માં ફૂડ એન્ડ ડ્રગ ની કચેરી કાર્યરત નહિ હોવાથી કેટલાક હોટલ અને રેસ્ટોરન્ટ ના સંચાલકો ગ્રાહકો ને હલકી ક્વોલિટી નું ભોજન કે નાસ્તો આપતા હોય છે જેનો એક દાખલ ગઇકાલે જોવા મળ્યો જેમાં રાજપીપળા પાસે આવેલ વાવડી ગામ નજીક આવેલી એક હોટલ માં પરિવાર સાથે જમવા ગયેલા એક વ્યક્તિ ના શાક માંથી જીવડું નીકળતા હોટલ ની કામગીરીનો સવાલ ઉઠ્યા હતા

DECISION NEWS ને મળેલ માહિત મુજબ રાજપીપળા રાજપૂત ફળિયા માં રહેતા અને નગરપાલિકા માં કામ કરતા એક કર્મચારી ભુપેન્દ્રભાઇ પોતાના પરિવાર સાથે વાવડી પાસે આવેલી હોટલ VR INN માં જમવા ગયા હતા એમણે ત્યાં ચણા મસાલા નો ઓર્ડર કર્યા બાદ પરિવાર સાથે ભોજન કરવા બેઠા પરંતુ થોડુક જમ્યા બાદ ચણા મસાલા ની પ્લેટ માંથી જીવડું નીકળતા ભુપેન્દ્રભાઇ એ હોટલ સંચાલક ને ફરિયાદ કરી હતી.

જોકે આ મુદ્દે હોટલ VR INN ના સંચાલક ઝહીર અબ્બાસે ટેલીફોનીક વાત માં કબૂલ કર્યું કે હા, એમના ચણા મસાલા માં જીવડું નિકળ્યું હતું પણ એમાં અમારો વાંક નથી કેમ કે હાલમાં ચોમાસા ની સીઝન હોવાથી આવું બન્યું હશે બાકી અમે દરેક બાબતની તકેદારી રાખીએ છીએ. પરંતુ જે પણ કંઈ હોય ગ્રાહક ના જમવા માંથી જીવાત નિકળી એ બાબત આરોગ્ય સાથે ચોક્કસ ચેડા કરે છે માટે નર્મદા જિલ્લામાં આવી હોટલો પર કડક ચેકીંગ જરૂરી છે. માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.