સોનગઢ: ઘણાં સમયથી સોનગઢ કાળા નાળામાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવતી જે.કે પેપર મિલને સરકારે કાયદા ભંગ લઈને નોટિશ ફટકારી હોકાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેમિકલયુક્ત ગંદુ પાણી માનવજીવન અને પશુ- પંખીઓના જીવન માટે પણ ખતરો ઉભો કરી રહ્યું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જે કે પેપરમિલ લિમિટેડ સોનગઢ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું ઘોડાનાળા દ્વારા તાપી નદીમાં છોડવા આવે છે જે બાબતે સરકારના વિવિધ વિભાગો પર્યાવરણ મંત્રાલય દિલ્હી, સીપીસીબી,જીપીસીબી,સચિવ -જળ સંસાધન નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વિગેરેમાં પર્યાવરણ કાયદાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવેલ હતી આ ફરિયાદના તથ્યો અને પુરાવાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 મુજબ સેકશન ૩૩ – એ ની નોટિસ ફરિયાદ કરેલ જે ફરિયાદના અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના કાયદા/પાણી/હવાના કાયદાના ભંગ બદલ કંપનીને મળેલ કલમ ૩૩-એ ની નોટિસ આપી છે.
જેને લઇને આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જણાવ્યું કે તાપીમાં ના પાણીથી આપણા વિસ્તારમાં ભૂગર્ભજળ રિચાર્જ તથા માછીમારી અને ખેતી જેવા અનેકો ક્ષેત્રોને મદદ મળે છે જેના પર ભયંકર અસર થશે અને આપણા વિસ્તારમાં આવી અનેક કંપનીઓ દ્વારા પાણીમાં અને હવામાં ગેરકાયદે છોડવામાં આવતું આવું ધીમી ગતિનું ઝેર એ “જેનોસાઈડ” કરવા તરફની દિશાના પગલાંઓ છે.