કોલકત્તાન સમાચારને લઈને સમગ્ર દેશ આક્રોશમાં છે. સામાન્ય જનતા આ મુદ્દે વિરોધ કરી રહી છે. તેની સાથે બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ગુનેગારને જલદીથી પકડવામાં આવે અને તેને સૌથી ભયંકર સજા આપવામાં આવે.
કોલકાતાની રેપની અને હત્યાની ઘટનાને લઈને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પણ કોલકાતા રેપ કેસ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કોલકાતામાં રેપ કેસ પર અવાજ ઉઠાવતાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી શેર કરતી વખતે તેણે કોલકાતા રેપ કેસ સાથે જોડાયેલ એક પોસ્ટ શેર કરી લખ્યું છે કે મહિલાઓને તેમનો રસ્તો અને સ્થળ બદલવા માટે ન કહો. દરેક સ્ત્રી સારા માટે લાયક છે.
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં બ્રેક પર છે અને સ્ટાર બોલરો આ દિવસોમાં મેદાનથી દૂર છે. જસપ્રીત બુમરાહે તેની છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં રમી હતી. ટી20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતમાં બુમરાહનું મહત્વનું યોગદાન હતું.