વલસાડ: કપરાડા તાલુકાના કાકાડકોપર ગામમાં 15 મી ઓગષ્ટ 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી નિવૃત્ત બી.એસ.એફ.ના જવાન ધ્વજવંદન કરવામાં આવ્યુ.. કાકાડકોપોર ગામના બી.એસ.એફ.ના જવાન 24 વર્ષ 9 મહિના 20 દિવસની દેશ સેવા કરી. સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ, બી.એસ.એફ.માં સેવાઓ આપી નિવૃત્ત થતા તેઓનું સન્માન સમારોહ યોજાયો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ સન્માન સમારોહમાં ધારાસભ્ય કપરાડા જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે જવાનો દેશની રક્ષા કાજે સરહદે તાપ-તડકો, જંગલ કે બર્ફીલી પહાડીઓમાં પોતાના જીવની પરવા કર્યા વગર ખડે પગે રહી અનેક વિષમ અને વિકટ પરિસ્થિતિમાં અનેક સમસ્યાઓ વેઠી દુશ્મનો સામે નજર રાખી ઉભા રહે છે, ત્યારે દેશના લોકો શાંતિથી હરી ફરી શકે છે ને રાત્રે શાંતિથી સુઈ શકે છે. અને આવા જવાન જ્યારે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી પોતાની સેવા પૂર્ણ કરી વતન કે ઘરે આવે ત્યારે તેમનું સન્માન થવું એ ખૂબ જરૂરી બની જાય છે.સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી બી.એસ.એફ. માંથી નિવૃત્ત થઇ બોર્ડર પરની સેવા અને રક્ષાને બિરદાવી હતી.
નિવૃત્ત બી.એસ.એફ.સુરેશભાઈ ચૌધરીએ ગામના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણ નોકરી માટે ચિંતા વ્યક્ત કરી હતી. જરૂરી શિક્ષણ માટે ગામમાં વિદ્યાર્થીઓ માટે એક લાયબ્રેરી પણ હોવું જરૂરી છે. યુવાનો માટે રમત ક્ષેત્રમાં પોલીસ અન્ય સેવા માટે મદદરૂપ થવા જણાવ્યું છે.
સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ, બી.એસ.એફ.માં સેવાઓ આપી નિવૃત્ત થતા સન્માન સમારોહમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય કપરાડા જીતુભાઇ ચૌધરી દ્વારા પુષ્પગુચ્છ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો, સગા-વ્હાલાં અગ્રણી આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકમિત્રો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓની બોર્ડર પરની સેવા અને રક્ષાને બિરદાવી હતી.
આ સન્માન સમારોહ પ્રસંગે ગામના સરપંચ ગણેશભઈ, રઘુભાઇ ગાંવીત, માજી સરપંચ ગમનભાઇ થોરાટ, કિશનભાઇ ચૌધરી, ભાયલભાઇ ચોધરી, ડૉ. દિવ્યેશભાઈ ચૌધરી ,યુવાનો શિક્ષકો ગણ અને ગામના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી નિવૃત જવાનનું સન્નમાન કરવામાં આવ્યું હતુ.સદૈવ તંદુરસ્ત, સ્વસ્થ, દીર્ધાયુ રહો, સમુદ્ધિમય જીવન વિતાવી અને નવ યુવાનો માટે હમેંશા માર્ગદર્શક બની રહો એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી..