કોલકત્તા ડોકટર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધું છે. ત્યારે મહિલા ડૉક્ટર સાથે થયેલી ક્રૂરતાનો ન્યાય માંગવા માટે લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે. આ કેસ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌ લોકો મહિલાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

DECISION NEWS માહિતી મળેલ મુજબ હવે આ કેસમાં નવી અને ચોંકાવનારી વિગત સામે આવી છે. મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ થયું તે પહેલા તેને એક ડાયરી લખી હોવાનું સામે આવ્યું છે. આ ડાયરીમાં જે કઈ લખ્યું છે તેના વિશે જાણીને તમારું હ્રદય ચોક્કસપણે ઓગળી જશે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે – તેમની પુત્રી અભ્યાસમાં તેજસ્વી હતી. દીકરીએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને ભવિષ્યમાં તેના સપના પૂરા કરવા માંગતી હતી. મહિલા ડૉક્ટરના માતા પિતાએ વધુમાં મહિલા દ્વારા લખવામાં આવેલી ડાયરી વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ આ ડાયરી મૃત્યુના થોડા સમય પહેલા લખી હતી. આ ડાયરીમાં પુત્રીએ લખ્યું હતું કે-તે અભ્યાસમાં પોતે ટોપ કરવા માંગે છે. તેનું સ્વપ્ન એમડી કોર્સમાં ગોલ્ડ મેડલિસ્ટ બનવાનું છે. આ શબ્દો વાંચીને ચોક્કસપણે લાગે કે તે મહિલા પોતાના સપના પૂરા કરવા પાછળ કેટલી સમર્પિત હતી. મળતી માહિતીના અનુસાર, આ ડાયરી મહિલા ડોકટરે નાઈટ શિફ્ટમાં જતા પહેલા લખી હતી.