સેલવાસ: પ્રેરણા એક અનુભવાત્મક જ્ઞાન કાર્યક્રમ અંતર્ગત રખોલી ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ ની વિદ્યાર્થીની કુમારી ઈશા પટેલ અને કેન્દ્રીય વિદ્યાલય નો વિદ્યાર્થી નિહિત રાકેશકુમાર કૈસકરને નવી દિલ્હી ખાતે આયોજિત સ્વતંત્રતા દિન સમારોહ માટે આમંત્રણ મળેલ છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ બંને વિદ્યાર્થીઓ ગત્ જાન્યુઆરી માસમાં પાંચ દિવસ માટે ગુજરાતના વડનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે શાળામાં ભણ્યા હતા તે શાળામાં રહી વિવિધ નવ વિષયો પર અનુભવાત્મક જ્ઞાન કાર્યક્રમ માં ખૂબ જ ઉત્સાહથી સહભાગી થઈ પ્રદેશનું નામ રોશન કર્યું હતું.

આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેઓની શાળાના આચાર્ય શ્રીમતી એ.એમ.શૈયજા તેમજ રાહબર શિક્ષિકા શ્રીમતી રશ્મિબેન રોહિત દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે નવોદય વિદ્યાલય સીલી દ્વારા સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું છે.સદર વિદ્યાર્થીઓને આસિસ્ટન્ટ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી પરિતોષ શુક્લા તેમજ જિલ્લા એજ્યુકેશન ઓફિસર બળવંત પાટીલ અને એજ્યુકેશન ઑફિસર મોહિલે સરે વ્યક્તિગત રસ લઇ માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી.