દાનહ: દેશમાં દેશપ્રેમની જ્યોત પ્રજવલિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચાલુ કરવામાં આવી છે ત્યારે  ગતરોજ હર ઘર તિરંગા અંતર્ગત દાનહ પોલીસ વિભાગ અને ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતેથી બાઈક અને સાયકલ રેલી કાઢવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ દાનહ પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવેલી આ રેલી લાયન્સ સ્કુલ, નરોલી ચાર રસ્તા, ઝંડા ચોક થઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી.જ્યાં રાષ્ટ્રગીત ગાઈને તિરંગા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સાથે જ સાંજે સાત વાગ્યે વિવિધ સમાજો દ્વારા કિલવણી નાકા, સરસ્વતી ચોક, ટોકરખાડા, બાલાજી મંદિર, એકદંત સોસાયટી પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ સમાજો જેવા કે ઓડિશા, તમિળ, રાજસ્થાની, જૈન, તેલુગુ, ઉત્તર ભારતીય, કચ્છી, મરાઠી, ઉત્તરાખંડ, વારલી, બંગાળી અને મલયાલી સમાજના લોકોએ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સેલવાસ વાસીઓને વિવિધતામાં એકતાનું સારું ઉદાહરણ જોવા મળ્યું હતું.