કેવડિયા: કોન્ટ્રાકટરના માણસોએ દોરડા વડે બાંધી જે આદિવાસી સમાજના બે યુવાનોને ટ્રાઇબલ મ્યુઝિયમના બાંધકામ સ્થળ પર જે ઢોર માર મારતાં તેમના મૃત્યુ થયાની ઘટના બનવા પામી હતી જેને લઈને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે ત્યારે આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે બંને પરિવારોની મુલાકાત લીધી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે મૃતક યુવાનોના પરિવારજનોની મુલાકાત લઇ તેમને સાંત્વના આપી અને મૃતકોના પરિવારને 4.50 લાખની મદદ કરી આવનારા ૩ મહિનામાં બંને પરિવારોને બીજા 4-4 લાખ ફરી આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને પરિવારોને નવા આવાસની ફાળવણી કરવાનું કહ્યું છે.

13મી ઓગષ્ટે આદિવાસી સમાજ દ્વારા કેવડિયા બંધને લઈને તેમણે કહ્યું કે આ વિપક્ષોનો રાજકીય સ્ટંટ છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, બંધનું એલાન ચૈતર વસાવાનું રાજકીય રોટલો શેકવાંનું ષડયંત્ર છે. બે યુવાનોની હત્યાની ઘટનાને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે પણ વખોડી નાખી છે.