સેલવાસ: સાયલી નર્સિંગ કોલેજ સેલવાસનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામ સાઈટ પરથી ચાર વ્યક્તિઓ દ્વારા કોપર વાયર ચોરી કરી લેવામાં આવ્યો હતો જેની પોલીસે ધરપકડ કરી લગભગ 11 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નમો મેડિકલ કોલેજ પાસે નર્સિંગ કોલેજનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે તેના સુપરવાઇઝરે સાયલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે નમો મેડિકલ કોલેજમાં સાયલી નર્સિંગ કોલેજનું બાંધકામ ચાલી રહ્યું છે. તેના ગોડાઉનમાંથી આશરે રૂ.11,00,000/-ની કિંમતના કોપરના 15 બંડલની ચોરી થઈ છે.સાયલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 331 (4), 305, 3 (5) હેઠળ ફોજદારી કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
કેસની તપાસ દરમિયાન પોલીસની અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. સતત પંદર દિવસ સુધી દાનહ અને આસપાસના વિસ્તારોમાં દરેક જગ્યાએ જુદા જુદા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે કેટલીક માહિતી આપી હતી. તપાસ કરતા એક ગુનેગારની ઓળખ થઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હતી અને તેણે અન્ય આરોપીઓના નામ પણ આપ્યા હતા. જે બાદ તેમના વિસ્તારમાંથી નાસી ગયેલા અન્ય ગુનેગારોને ભારે જહેમત બાદ અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા હતા અને તેઓએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અને આ ગુનામાં ચોરીનો તમામ સામાન રિકવર કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ધરપકડ કરાયેલા ગુનેગારમાં ડુંગરસિંહ જબ્બરસિંહ ચંદાવત રહે.નાગાડુકગોડા, પોસ્ટ-પાખંડ, પોલીસ સ્ટેશન-નાથુદ્વારા, જિલ્લો રાજસમદ, રાજસ્થાન, અબ્દુલ બારી જમીરુલ્લા ખાન,રહે. ગામ-જમોહન, પોસ્ટ-ખંડાશ્રીબજાર, પોલીસ સ્ટેશન-કટેલા, જિલ્લો સિદ્ધાર્થ નગર, ઉત્તર પ્રદેશ,સુમન માલજી લોતડા, રહે.સાયલી સાલકરપાડા,દાનહ દીવાલ ભાદલા વલવી રહે. સાયલી સાલકરપાડા દાનહની ધરપકડ કરી હતી અને મુદ્દા માલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ કરી રહી છે.