છોટાઉદેપુર: વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ યુવાનો એ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જુઓ વિડીયો…
Decision news ને મળેલી જાણકારી મુજબ રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બીરસા મુંડા ની પ્રતિમા ને મોટી સંખ્યામાં યુવાનો એકત્રીત થઈ ફુલહાર પહેરાવી નારા લગાવ્યા હતા. યોજાયેલ રક્તદાન શિબિર માં ગુજરાત સરકાર નાં મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, પ્રો.અર્જુનભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.