ઝઘડિયા: વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં જે હિંસાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને રાજીનામું આપી દેશ છોડીને ભાગવું તેને લઈને આદિવાસી મસીહા કહેવાતાં આદિવાસી સમાજના વડીલ છોટુ વસાવાએ એક નિવેદન આપતાં માહોલ ગરમાયો છે.

બાંગ્લાદેશ પરિસ્થિતિને લઈને છોટુદાદાએ નિવેદન આપ્યું છે કે.. બાંગ્લાદેશમાં જે ગૃહયુદ્ઘ ફાટી નીંકળ્યું છે તેવી સ્થિતિ ભારતમાં કયારેય ન સર્જાય તેની કાળજી સરકારે લેવી જોઈએ, વિરોધ પક્ષે લેવી જોઈએ. સત્તાપક્ષે દેશની છેતરપિંડી કરી અર્થતંત્રને ખતમ કરવાનું ષડયંત્ર કર્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે બે દિવસ અગાઉ વિશ્વ બેન્કનો જે રિપોર્ટ તેમણે જોયો જેમાં ભારતનું જે નિતિપંચ છે. તે આંબલા પીપળી રમાડે છે. અત્યારે જે દેશનું બજેટ બન્યુ છે. તેમાં પ્રજા માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.

છોટુ વસાવાએ RSS અને જો સત્તાપક્ષ પર આક્ષેપ ;લગાવતાં કહ્યું કે આ બંનેનું આ પ્રકારનું જ વલણ રહશે તો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. બાંગ્લાદેશનું દૂષણ ભારત સુધી નહીં આવે તેની પણ લોકો કાળજી લેવાની જરૂરિયાત હોવાનું તેમણે કહ્યું હતું.