દાનહ દમણ-દીવ: નવી દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સમગ્ર ભારતમાંથી 400 રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવકો અને 20 પ્રોગ્રામ ઓફિસર ભાગ લેશ. આ સંદર્ભે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 4 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવતાં મળતી માહિતી અનુસાર આવનાર 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લેશે.

આ સ્વયંસેવકો જેમણે ગયા વર્ષે સરકારી કાર્યક્રમો “મેરી માટી મેરા દેશ, અમૃત વાટિકા, વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમોમાં વિશેષ રૂપથી ભાગ લીધો હતો. દમણ સરકારી કોલેજની કુમારી પ્રિયંકા વિશ્વકર્મા,દિવની સરકારી કોલેજના અનિરુદ્ધ ધોરદા,સરકારી શાળા હિન્દી માધ્યમના કૃષ્ણા પ્રમોદ વૈથા, અંગ્રેજી માધ્યમના કુમારી તિષા પંકજ લાડેની પસંદગી થઈ હતી. જેઓ 12 મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રવાના થશે.

આ પ્રસંગે ડો.કમલ કુમાર કર, પ્રાદેશિક નિયામક, ગુજરાત અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, શ્રી ગૌરાંગ વોરા, રાજ્ય NSS અધિકારી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ અને એન. એસ. એસ. તમામ અધિકારીઓ અને શાળાઓના આચાર્યો અને એન. એસ. એસ. પસંદગી પામેલ તમામ સ્વયંસેવકોને કાર્યક્રમ અધિકારીઓ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી.