છોટાઉદેપુર: બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતાં વિસ્તાર છોટાઉદેપુર દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે તે લોકોને મળતો નથી જેના કારણે તેઓ TB જેવા રોગોથી સંક્રમિત બનતાં હોય છે ત્યારે હેતુથી ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો હીરેન ગોહિલ,જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડો આશિષ બારીયા, દિપક ફાઉન્ડેશન વડોદરા નાં પ્રોજેક્ટ ઓફીસર આકાંક્ષાબેન સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટના લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે કાર્યક્રમ માં ઉપસ્થિત ટીબી રોગના દર્દીઓને ટીબી રોગને કેવી રીતે નાથી શકાય તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને TB થી બચવા માટે કયા પગલાં ભરવા જોઈએ તેના વિષે સૂચનો પણ કર્યા હતા.