સેલવાસ: નગર પાલિકા સેલવાસના સભ્ય સુમનભાઈ પટેલે થોડા દિવસોમાં આવનાર આદિવાસી સમાજના તહેવાર 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા આપવા માટે દાદરા નગર હવેલીના કલેકટરને પત્ર લખીને માંગણી કરી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુબજ પત્રમાં જણાવ્યું છે કે દાનહ મુક્તિ દિવસની રજા અને ઉજવણીને પણ માત્ર ઔપચારિક બતાવીને હૈયા વરાળ ઠાલવી હતી. તેમણે પત્રમાં પ્રશાસનને આગ્રહ કર્યો હતો કે દાનહમાં તમામ આદિવાસીઓ, સ્થાનિકો, પરપ્રાંતિઓ તેમજ દરેક સમાજના લોકો એકમેકને માન – સન્માન આપીને જીવન જીવી રહ્યા છે. અને અવનાર 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે જેની રાહ સમસ્ત વિશ્વના આદિવાસીઓ જોઈ રહ્યા છે. આદિવાસી એટલે જળ, જંગલ, જમીનનું જતન કરનારા પ્રકૃતિને પૂજનારા, પોતાની સંસ્કૃતિને સાચવનારા જાત મેહનતમાં માનવાવાળા, ખુબ જ સાદગીથી જીવન જીવનારા તથા અન્ય કોઈ પણ વાદ વિવાદમાં નહીં પડનારા, ખોટું નહીં કરવાવાળા અને નીડર બનીને રહેવાવાળા તેમજ તમામ સમાજના લોકો સાથે કોઈપણ ભેદભાવ વગર સામાજમાં એકતા અને ભાઈચારો રાખનારા જેવી અન્ય ઘણી વિષેશતાઓ ધરાવતા લોકો છે જે જગ જાહેર છે.દાનહ પ્રદેશ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે જેમાં આદિવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. હાલમાં પ્રદેશના સાંસદ, જીલ્લા પંચાયત સભ્ય, નગરપાલિકાના નગર સેવકો, પંચાયતના સરપંચો, પંચાયતના સભ્યોમાં જે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે જે મોટા પ્રમાણમાં આદિવાસી સમાજમાંથી આવે છે જે ગર્વની વાત છે.

સ્થાનીક પ્રશાસન પણ આદિવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણી નવી યોજનાઓને લાગુ કરતાં હોય છે.એક આદિવાસી તરીકે સ્થાનિક પ્રદેશમાં આદિવાસી સંસ્કૃતિ, એમના હક્ક-અધિકાર તથા અસ્તિત્વને બચાવવા માટે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રદેશમાં જાહેર રજા આપવામાં આવે એવી માંગ તેમણે કરી હતી.