વલસાડ: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સિચ્યુએશન ખૂબ જ તંગ રહી હતી. કારણ કે ઓરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. જેને લઈને સાંસદ ધવલ પટેલે લોકો માટે એક સંદેશ પણ છોડ્યો છે

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ભારે વરસાદના લીધે પાણી ભરાયેલ વિસ્તારમાં તંત્ર પણ એલર્ટ મોડમાં આવું ગયું છે. 400 જેટલા લોકોને સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. વલસાડના તળિયાવાળ બરૂડિયા વાળ અને કાશ્મીરા નગરના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો આ સાથે ભરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં નવ લોકોને ઘરોમાંથી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા.

એવું જાણવા મળ્યું છે કે આખી રાત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના અને પોલીસ વિભાગના કર્મચારીઓ ખડે પગે પાણી ભરાય તેવી જગ્યા ઉપર સતર્ક રહ્યા હતાં. સાથે જ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી.