દાનહ: ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાનહની અંતરિયાળ પ્રાથમિક શાળા ખડકુનિયા ખાતે દાનહ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 2 જી ઓગસ્ટના રોજ દાનહના 71માં મુક્તિ દિવસની ઉજવણી ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપના યુવાઓ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ..

દૂધની નજીકના અંતરિયાળ વિસ્તાર ખડકુનીયા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે દાનહ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ દ્વારા શાળામાં સ્ટેશનરી જેમ કે નોટબુક, પેન્સિલ, રબર, શાર્પનર, સ્કેલ, દેશીહિસાબ, ડ્રોઈંગબુક,કલર પેન્સિલ વગેરે આપીને બાળકો સાથે દાનહ મુક્તિદિનની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે જ પર્યાવરણને બચાવવા માટેની એક પહેલ તરીકે દરેક બાળકને એક એક વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા.

શાળા પરિવાર તરફથી શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, સાંસ્કૃતિક ગીત અને દેશ ભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રૂપના સભ્યો, સંકલ્પ ફાઉન્ડેશન, ખડકુનીયા શાળાના શિક્ષકો અને વૃક્ષના રોપા આપવામાં દાનહ વનવિભાગનો સહયોગ રહ્યો હતો.